Administrative Support: 079-23253977 Technical Support: +91-9099971769 10:30 AM to 6:10 PM on working days
Directorate of Primary Education Government of Gujarat Directorate of Primary Education D.El.Ed.(PTC) કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા વર્ષ ૨૦૨૬/૨૭
Admission 2026-27

D.El.Ed.(PTC) કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા

Greetings

કેન્દ્રીય પ્રવેશ સમિતિ ૨૦૨૬-૨૭ અને નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી આપને શુભકામના પાઠવે છે

Public Information

Notes & Latest Notices

Important Notes

Notes

ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે જાહેર સૂચના

પ્રથમ કે બીજા તબક્કામાં જેમને કોલેજ ફાળવણી કરવામાં આવેલ અને પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે તેવા ઉમેદવારોનો પ્રવેશ થઈ ગયેલ હોવાથી ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. પ્રથમ કે બીજા તબક્કામાં કરેલ કોલેજ પસંદગીના આધારે ત્રીજા તબક્કામાં કોલેજ ફાળવણી કરવામાં આવશે નહી. તે દરેક ઉમેદવારોએ ધ્યાને લેવાનું રહેશે. D.El.Ed પ્રવેશ પ્રક્રિયા વર્ષ: ૨૦૨૬-૨૭ અંતર્ગત જે ઉમેદવારોના ફોર્મ માન્ય થયેલા છે અને કોલેજ ફાળવણી થયેલ નથી અથવા પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી એવા તમામ ઉમેદવારો જો બીજા તબક્કાના પ્રવેશ બાદ જે તે કોલેજમાં જે બેઠકો ખાલી રહેલ છે તે જગ્યાઓ પર પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તેમણે ફરીથી ઓનલાઈન પોર્ટલ પર કોલેજ પસંદગી આપવાની રહેશે. (નવા ફોર્મ ભરી શકાશે નહી/કન્ફોર્મેશન કરી શકાશે નહી)

કોલેજ પસંદગીની ઓનલાઈન પ્રક્રિયાની છેલ્લી તારીખ અંગે અગત્યની સૂચના

D.El.Ed. 2026-2027ની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કોલેજની યાદીમાં સુધારા-વધારા થયેલા હોવાથી તા. 30/09/2026 થી તા. 02/10/2026ના રોજ રાત્રિના 23:59 કલાક સુધી ઉમેદવારો માટે કોલેજ પસંદગીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ રહેશે.

આ અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

View attachment

ઉમેદવારો માટે સુચના

પ્રથમ રાઉન્ડમાં મળેલ પ્રવેશ confirm કરાવેલ ઘણા વિદ્યાર્થીઓ વિવિધ કારણસર પ્રવેશ રદ્દ કરાવવા રજુઆત કરે છે. આવા વિદ્યાર્થીઓને જાણ થાય કે, એક વખત પ્રવેશ confirm થયા પછી નિયત પ્રક્રિયા અનુસર્યા વગર- તરત જ પ્રવેશ રદ્દ કરી શકાતો નથી. ઉપરાંત, એક વખત પ્રવેશ confirm થઈ ગયા પછી બીજા તબક્કાની પ્રક્રિયામાં ભાગ લઈ શકાતો નથી. View attachment

તા:-૧૬/૧૦/૨૦૨૬ ના સ્વીકાર કેન્દ્ર માટે એડ્રેસ ( Sendback અને સુધારા માટે )

1) ગાંધીનગર :- જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પથિકાશ્રમ ની બાજુમાં,સહયોગ સંકુલ, બીજો માળ, ગાંધીનગર 2) વડોદરા :- સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર, સુરસાગર સામે, મ્યુઝિક કોલેજની બાજુમાં, વડોદરા 3) સુરત :- જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન, સ્વપ્નસૃષ્ટિ સ્વપ્નસૃષ્ટિ એપાર્ટમેન્ટ સામે, જિયાવ-બુડિયા રોડ, ભેસ્તાન, સુરત 4) રાજકોટ :-જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રિકોણ બાગ, રાજકોટ 5) ભાવનગર :- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , સીદસર બાય પાસ રોડ ,સીદસર ,ભાવનગર View attachment

ડી.એલ.એડ પ્રવેશ ફોર્મ ભુલ સુધારા અંતિમ તક

જે ઉમેદવારોના ફોર્મમાં પ્રવાહ, માધ્યમ અને અન્ય કોઈ ભુલ હોય અને પોતાની ભુલ સુધારવા માંગતા હોય તેવા ઉમેદવાર ગાંધીનગર કચેરી, બ્લોક-૧૨/૧ માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે તા. 26/10/2026 સવારના ૧૦.૩૦ કલાકથી સાંજના ૦૬.૦૦ વાગ્યા સુધી લેખિત અરજી આપી પોતાનું ફોર્મ Send Back કરાવી ત્યાર બાદ પોતાના લોગ ઈનમાંથી online જરૂરી સુધારો કરી શકશે. અને આવા ઉમેદવારોએ પોતાના ફોર્મની સ્વીકાર કેંદ્ર ગાંધીનગર કચેરી ખાતે ફરીથી ચકાસણી કરાવી આધાર- પુરાવા સાથે જમા કરાવવાના રહેશે. (નવા ફોર્મ ભરી શકાશે નહી/કન્ફોર્મેશન કરી શકાશે નહી) View attachment

કોલેજ પસંદગી બદલવા અંગે અગત્યની સૂચના

ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારોની કૉલેજ દીઠ સંયુક્ત બેઠક ફાળવણી તથા કેટલીક કૉલેજની બેઠકો અને પ્રકારમાં (કુમાર/કન્યા/મિશ્ર) ફેરફાર થયેલ હોવાથી ઉમેદવારો તા. 05/10/2026 થી તા. 07/10/2026 રાત્રીના 11:59 કલાક સુધી કૉલેજ પસંદગીમાં ફેરફાર કરી Save and Next આપી શકશે.

દરેક ઉમેદવારે પોતાની પસંદગીની કૉલેજની હાલની સ્થિતિ ચકાસવી. ઉમેદવાર માટે યોગ્ય ન હોય તેવી બદલાયેલા પ્રકારની કૉલેજની પસંદગી યથાવત રાખવામાં આવશે તો તે કૉલેજમાં પ્રવેશ ફાળવવામાં આવશે નહીં.

View attachment

જાહેર સૂચના (આખરી મેરિટ યાદી અંગે)

આખરી મેરીટ યાદી પ્રસિદ્ધ થયા બાદ કેટલાક ઉમેદવારો તરફથી રજૂઆત મળેલ કે તેમણે આખરી રીતે ફોર્મ જમા કરાવેલ હોવા છતાં તેમનું નામ મેરીટ યાદીમાં નથી. આવા ઉમેદવારોની રજૂઆત ચકાસી જે કેસમાં સાચી હકીકત જણાયેલ છે તેવા ઉમેદવારોને મેરીટ યાદીમાં સમાવેલ હોવાથી આખરી મેરીટ યાદીમાં સુધારો થવા પામેલ છે તેની સૌ ઉમેદવારોને જાણ થવા વિનંતી છે.

આ અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

કોલેજ વાઈઝ કેટગરી વાઈઝ બેઠકની ફાળવણી

View attachment

ઉમેદવારો માટે ખાસ અને અંતિમ સુચના:-

કોલેજ વાઈઝ, કેટગરી વાઈઝ બેઠકની ફાળવણી કરેલ છે તે ધ્યાને લઈ દરેક ઉમેદવારને ફરીથી તારીખ:-૦૭/૧૦/૨૦૨૬ ના ૨૩:૫૯ કલાક સુધી કોલેજ પસંદગી ફેરફાર કરવાની તક આપવામાં આવેલ છે. ત્યાર બાદ હવે બીજા તબક્કામાં કોલેજ પસંદગીની કોઈ તક આપવામાં આવશે નહિ. આથી પ્રવેશ માટે ઉમેદવાર પોતાની પસંદગી આપવા માટે Online વધુમાં વધુ કોલેજ પસંદ કરે તે ઉમેદવાર માટે હિતાવહ છે.

જાહેર સુચના

જે ઉમેદવારને અલોટમેંટ લેટર જાહેર થયા બાદ કોલેજ કક્ષાએથી સેન્ડબેક થયેલ છે./કે ફોર્મ ભરવામાં ભૂલ થયેલ (પ્રવાહ,માધ્યમ કે અન્ય) છે તેના માટે પુરક સમયપત્રક આજે તારીખ:-14/10/2026 ના સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે,તેને અનુસરવાનું રહેશે

કોલેજ પસંદગીની ઓનલાઈન પ્રક્રિયા અંગે અગત્યની સૂચના

D.El.Ed. 2026-2027ની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત તા. 24/09/2026 થી તા. 28/09/2026 સુધી ઉમેદવારો માટે કોલેજ પસંદગીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ રહેશે.

આ અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

જાહેર સૂચના

D.El.Ed પ્રવેશ પ્રક્રિયા વર્ષ- 2026-27

D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ માટે જે ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ સબમીટ કર્યા બાદ જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાનું હજી બાકી હોય/ મેરીટ યાદીમાં નામ નહીં હોય તેવા ઉમેદવારો તરફથી મળેલ રજૂઆત ધ્યાને લઈ આવા ઉમેદવારોને આખરી વખત જણાવવાનું કે તમામ આધાર-પુરાવા સાથે તારીખ:૧૧/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૦૬.૦૦ કલાક દરમિયાન નીચેની વિગતે સંપર્ક કરવાનો રહેશે.

સંપર્ક સુત્ર - ડૉ.એ.જે.પીપળીયા, શ્રેયાન અધિક્ષક, ડી.એલ.એડ શાખા, નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરી જુના સચિવાલય, બ્લોક-૧૨/૧, સેક્ટર- ૧૦/બી, ગાંધીનગર

હવે પછી આવી કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

આથી તમામ ઉમેદવારોને આખરી તક આપવામાં આવે છે. કે તમામ ઉમેદવારે ફરજીયાત રીતે નીચેની બાબતો ચેક કરવાની રહેશે.

"ઉમેદવારનું અભ્યાસનું માધ્યમ (ધોરણ-૧૦ અને ૧૨) ધોરણ:-૧૨ માં અભ્યાસનો પ્રવાહ (સાયન્સ / સામાન્ય પ્રવાહ/ઉચ્ચતર ઉત્તર બુ.- વ્યવસાયલક્ષી / {ડિપ્લોમા / IIT સામાન્ય પ્રવાહમાં ગણાશે} ), મેળવેલ ગુણ અને ટોટલ ગુણ, દિવ્યાંગતા (જો હોય તો), ઉમેદવારની કેટેગરી"

ઉપર જણાવેલ તમામ વિગત ઉમેદવારોએ ફરજિયાત પોતાના લોગિન ID માંથી ચેક કરવાની રહેશે.

જો કોઈ ભૂલ જણાય તો જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ સબમિટ કરેલ હોય ત્યાં સુધારા અર્થે, તા ૦૯/૦૯/૨૦૨૬ ના રોજ સાંજના ૬:૦૦ કલાક સુધીમાં જવું.

ત્યાર બાદ કોઈ સુધારા,વિનંતી કે રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

કામચલાઉ મેરિટ યાદી અંગેની સૂચના

ડી.એલ.એડ. પ્રથમ વર્ષ પ્રવેશ ૨૦૨૬-૨૭ની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે.

વાંધા અરજી/સુધારા-વધારા કરાવવા માટે તા. ૭, ૮ અને ૯ સપ્ટેમ્બર દરમિયાન ઉમેદવારે જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ જમા કરાવ્યું હતું તે જ કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે.

ઉમેદવાર પોતાના Username અને Password નો ઉપયોગ કરીને લોગીન થઈ પોતાનું કામચલાઉ મેરિટ જોઈ શકે છે.

View attachment

જાહેર સૂચના (અંતિમ તક)

આથી વર્ષ ૨૦૨૬-૨૭ ની D.El.Ed પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જાહેરાત તા-૨૧/૦૬/૨૦૨૬ અને તા-૦૪/૦૮/૨૦૨૬ અન્વયે ઓનલાઇન ફોર્મ સબમીટ કરનાર ઉમેદવારોને જણાવવામાં આવે છે કે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ નિયત સ્વીકાર કેન્દ્ર ખાતે જરૂરી આધાર-પુરાવા સાથે ફોર્મ ચકાસણી કરાવી, નિયમાનુસારની ફી ભરી અને ફોર્મ આખરી રીતે submit કરાવવાનું હોય છે. ત્યાર બાદ જ D.El.Ed પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ ગણાય છે.

ઉક્ત બંને વખતની નિયત સમય મર્યાદા બાદ પણ ઘણા ઉમેદવારોએ ફોર્મ જમા કરાવેલ નથી અને તેઓ અત્રે રજૂઆત કરે છે. આથી તેવા વિદ્યાર્થીઓને આ અંતિમ તક આપવામાં આવે છે.

માત્ર ઓનલાઇન ફોર્મ સબમીટ કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી જમા કરાવવાના બાકી હોય તેવા જ ઉમેદવારોને માત્ર ગાંધીનગર જિલ્લાના સ્વીકાર કેન્દ્ર ખાતે તા:-૨૭/૦૮/૨૦૨૬ થી તા:-૨૯/૦૮/૨૦૨૬ સુધી કામકાજના ચાલુ દિવસો દરમિયાન ફોર્મ જમા કરાવવા અંતિમ વખત જણાવવામાં આવે છે.

સ્વીકાર કેન્દ્રનું સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર (DIET), GCERT કેમ્પસ, ઉમિયા મંદિરની બાજુમાં, સેક્ટર-૧૨/બી, ઘ રોડ, ગાંધીનગર

View attachment

દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો માટે D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 – Online ફોર્મ ભરવા અંગે સૂચના

  • દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 માટે તારીખ:-૦૫/૦૮/૨૦૨૬ થી તારીખ:-૧૧/૦૮/૨૦૨૬ સુધી online ફોર્મ ભરી શકાશે.
  • જે ઉમેદવારેએ અગાઉ ફોર્મ ભરેલા છે તેમણે નવેસરથી ફોર્મ ભરવાના નથી.
  • જે કોઈ ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલ હોય અને દિવ્યાંગ કે best of two પોલિસી અંતર્ગત માર્ક્સ સુધારવા માંગતા હોય તેને જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ ભરેલ છે, ત્યાં જઈને આ બાબતની અરજી આપવાની રહેશે અને ત્યારબાદ ફોર્મમાં સુધારવાની મંજૂરી આપવામાં આવશે. ફોર્મમાં સુધારા બાદ તે અરજી તે જ સ્વીકાર કેન્દ્ર ખાતે ફરીથી જમા કરાવવાની રહેશે. આ પ્રકારના ઉમેદવાર કે જેને અગાઉ ફી ભરીને પહોંચ મેળવેલ છે તેમણે નવેસરથી ફી ભરવાની રહેશે નહીં.
  • જે ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલ છે પણ સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ નથી તેઓ અગાઉ ભરેલું ફોર્મ આધાર-પુરાવા સાથે જમા કરાવી શકશે.
  • તા:-૦૫/૦૮/૨૦૨૬ થી ૧૨/૦૮/૨૦૨૬ સુધી રવિવારને બાદ કરતા વેરીફીકેશન સેન્ટર ચાલુ રહેશે.

D.El.Ed પ્રવેશપત્રક-૨૦૨૬-૨૭ના સમયપત્રક અંગે અગત્યની સૂચના

અનિવાર્ય કારણોસર D.El.Ed પ્રવેશપત્રક-૨૦૨૬-૨૭ના સમયપત્રકમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થયેલ છે માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે.

ત્યાં સુધી ઉમેદવારો એ વેબસાઈટ જોતા રહેવામાં સૂચના છે.

દસ્તાવેજ ચકાસણી અને ફોર્મ જમા કરાવવા અંગે અગત્યની સૂચના

D.El.Ed. (PTC) પ્રવેશ પ્રક્રિયા 2026-27 અંતર્ગત સ્વીકાર કેન્દ્ર ખાતે દસ્તાવેજ ચકાસણી (Document Verification) કરી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 06/07/2026 છે. સ્વીકાર કેન્દ્ર તરફથી મળેલ રજૂઆત ધ્યાને લઈ માત્ર તા.05/06/2026 રાત્રીના 23.59 સુધી online ભરાયેલા ફોર્મ ચકાસણી કરી જમા કરાવવા બે દિવસનો સમય વધારો કરવામાં આવે છે. તેથી હવે ઉમેદવારો online ભરાયેલા ફોર્મ સ્વીકાર કેન્દ્ર ખાતે તા. 08/07/2026 સુધી જમા કરાવી શકશે.

GSHEB પૂરક પરીક્ષા પરિણામ અંગે નોંધ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની તા. ૦૨/૦૭/૨૦૨૬ની અખબારી યાદી અનુસાર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ તા. ૦૩/૦૭/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલ છે.

આથી જે ઉમેદવારો ઉક્ત પરિણામને ધ્યાને રાખી પોતાની ફોર્મમાં સુધારા-વધારા કરવા ઇચ્છતા હોય અથવા નવું ફોર્મ ભરવા ઇચ્છતા હોય, તેઓ D.El.Ed. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત તા. ૦૫/૦૭/૨૦૨૬ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી જરૂરી સુધારા કરી શકશે.

જે ઉમેદવારોના ફોર્મ વેરીફીકેશન સેન્ટર જમા થઇ ગયા હોય અને GSHEB ની પૂરક પરીક્ષા અન્વયે સુધારા કરવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો જોગ:-

જે ઉમેદવારોના ફોર્મ વેરીફીકેશન સેન્ટર ખાતે વેરીફાઈ થયા છે, તે ઉમેદવારોએ આ અંગે એક લેખિત અરજી જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફ્રોમ સબમિટ કર્યું છે, ત્યાં આપવાની રહેશે. આથી સંબંધિત નોડલ અધિકારી દ્વારા આવા ઉમેદવારનું ફોર્મ Send Back કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારે પોતાના ગુણ (Marks) તથા ટ્રાયલ (Trial) માં સુધારો કરી ફોર્મ ફરીથી સબમિટ કરવાની રહેશે. તેમજ તે જ વેરિફિકેશન સેન્ટર ખાતે પુનઃ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે.

માન્ય કોલેજની યાદી અંગે નોંધ

D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ પ્રક્રિયા વર્ષ: 2026-27 માટેની માન્ય કોલેજની યાદી હજુ પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી. સંભવિત તારીખ:08/07/2026 સુધીમાં અત્રેની વેબસાઈટ પર આવી કોલેજોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેની સંબંધિત તમામે નોંધ લેવી.

વિદ્યાર્થીઓની માટે ખાસ સુચના:- કોલેજ પસંદગી માટે સમય પત્રકમાં જણાવેલ તારીખે કોલેજ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે,અત્યારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી અને સંબંધી સ્વીકાર કેન્દ્ર પર સમય પત્રકમાં જણાવેલ તારીખે document verification કરાવવાનો રહેશે.

સ્વીકાર કેન્દ્રો અંગે નોંધ

ઉમેદવારોને નમ્ર વિનંતી છે કે, સ્વીકાર કેન્દ્રો તા. ૨૫/૦૬/૨૦૨૬ થી તા. ૦૬/૦૭/૨૦૨૬ સુધી (જાહેર રજાના દિવસો સહિત) સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૦૦ કલાક દરમિયાન કાર્યરત હોવાથી, કેન્દ્રો પર એકસાથે બિનજરૂરી ઘસારો ન કરતાં નિયત સમયગાળા દરમિયાન કેન્દ્રની મુલાકાત લઈ પોતાની વેરિફિકેશન પ્રક્રિયા ધૈર્યપૂર્વક પૂર્ણ કરવી.

ઉમેદવાર માટે અગત્યની સૂચના

D.El.Ed પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ આ અંગેના સરકારશ્રીના તમામ ઠરાવો, પરિપત્રો અને માર્ગદર્શિક સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ જ online અરજીપત્રક ભરવું. જો કોઈપણ પ્રકારની ભૂલ કરશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.

Public Information

Latest Notices

New 03/11/2026

ચોથા રાઉન્ડ માટે અગત્યની જાહેરાત.

ચોથા રાઉન્ડ માટે અગત્યની જાહેરાત. View attachment
03/11/2026

ત્રીજા રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠક

View attachment
05/10/2026

કૉલેજ પસંદગી બદલવા અંગે સૂચના

View attachment
06/10/2026

ડી.એલ.એડ પ્રવેશ અંગેનું સમયપત્રક નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.

ડી.એલ.એડ પ્રવેશ અંગેનું સમયપત્રક View attachment
24/10/2026

ડી.એલ.એડ પ્રવેશ ફોર્મ ભુલ સુધારા અંતિમ તક

View attachment
26/10/2026

ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે જાહેર સૂચના

ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે જાહેર સૂચના View attachment
27/10/2026

ત્રીજા રાઉન્ડ માટે ખાલી રહેલી બેઠકો

નોંધ:- ૧) ઉપરોક્ત ખાલી બેઠકો ધ્યાનમાં લઈને જ ઉમેદવારોએ કોલેજ પસંદગી કરવી. ત્રીજા રાઉન્ડના પ્રવેશ ફાળવણી આ યાદી વાળી કૉલેજમાં જ કરવામાં આવશે. ૨) ઉમેદવારો વધુમાં વધુ કૉલેજ પસંદ કરે તે ઇચ્છનીય છે. ૩) ઉક્ત યાદી વાળી કોલેજની ખાલી બેઠકો NCTE ની Website પર થતા updation મુજબ વધારા કે ઘટાડાને આધિન રહેશે. ૪)તમામ વિદ્યાર્થીએ ફરજીયાત નવેસરથી કોલેજ પસંદગી કરવાની રહેશે. View attachment
30/10/2026

ત્રીજા રાઉન્ડના એલોટમેન્ટ લેટર જાહેર કરવામાં આવેલ છે

ત્રીજા રાઉન્ડના એલોટમેન્ટ લેટર જાહેર કરવામાં આવેલ છે આથી ઉમેદવારશ્રી ને વિનંતી કે તારીખ:-૩૧/૧૦/૨૦૨૬ થી ૦૨/૧૧/૨૦૨૬ સુધીમાં ફાળવેલ કોલેજમાં જઈને એડમીશન કન્ફર્મ કરાવવાનો રહેશે.
24/09/2026

ઉમેદવાર માટે સૂચના

View attachment
14/10/2026

ડી.એલ.એડ પ્રવેશ અંગેનું સુધારેલ સમયપત્રક

ડી.એલ.એડ પ્રવેશ અંગેનું સુધારેલ સમયપત્રક નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. View attachment
15/10/2026

પહેલા રાઉન્ડ બાદ ખાલી રહેલ ઉપલબ્ધ બેઠકની યાદી

View attachment
17/10/2026

સમયમર્યાદા બાબતે

View attachment
07/10/2026

સ્વનિર્ભર સંસ્થાઓમાં ફી અંગેની સૂચના...

View attachment
24/09/2026

સંસ્થા માટે સૂચના

View attachment
18/09/2026

ફાઈનલ મેરીટ અંગે જાહેર સુચના

View attachment
14/09/2026

જાહેર સૂચના (સંસ્થાઓ માટે)

View attachment
10/09/2026

જાહેર સૂચના (અંતિમ તક)

View attachment
02/09/2026

કામચલાઉ મેરિટ યાદી અંગેની સૂચના

View attachment
25/08/2026

જાહેર સૂચના (અંતિમ તક)

View attachment
05/08/2026

D.El.Ed. પ્રવેશ માટે દિવ્યાંગ ઉમેદવારો અંગે માર્ગદર્શિકા

View attachment
15/04/2026

ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખવાના જરૂરી દસ્તાવેજ

View attachment
15/04/2026

ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા

View attachment
Candidate Support

Helpline

For any issue, contact the helpline between 10:30 AM and 6:10 PM on working days.

Administrative: 079-23253977 Technical: +91-9099971769
View helpline
Verification

Document Verification Center

District-wise document verification center information and applicant guidance.

View centers
College Directory

College Details

Search college location, program, medium, education mode, intake and contact details.

View colleges