દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો માટે D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 – Online ફોર્મ ભરવા અંગે સૂચના
- દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 માટે તારીખ:-૦૫/૦૮/૨૦૨૬ થી તારીખ:-૧૧/૦૮/૨૦૨૬ સુધી online ફોર્મ ભરી શકાશે.
- જે ઉમેદવારેએ અગાઉ ફોર્મ ભરેલા છે તેમણે નવેસરથી ફોર્મ ભરવાના નથી.
- જે કોઈ ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલ હોય અને દિવ્યાંગ કે best of two પોલિસી અંતર્ગત માર્ક્સ સુધારવા માંગતા હોય તેને જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ ભરેલ છે, ત્યાં જઈને આ બાબતની અરજી આપવાની રહેશે અને ત્યારબાદ ફોર્મમાં સુધારવાની મંજૂરી આપવામાં આવશે. ફોર્મમાં સુધારા બાદ તે અરજી તે જ સ્વીકાર કેન્દ્ર ખાતે ફરીથી જમા કરાવવાની રહેશે. આ પ્રકારના ઉમેદવાર કે જેને અગાઉ ફી ભરીને પહોંચ મેળવેલ છે તેમણે નવેસરથી ફી ભરવાની રહેશે નહીં.
- જે ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલ છે પણ સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ નથી તેઓ અગાઉ ભરેલું ફોર્મ આધાર-પુરાવા સાથે જમા કરાવી શકશે.
D.El.Ed પ્રવેશપત્રક-૨૦૨૬-૨૭ના સમયપત્રક અંગે અગત્યની સૂચના
અનિવાર્ય કારણોસર D.El.Ed પ્રવેશપત્રક-૨૦૨૬-૨૭ના સમયપત્રકમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થયેલ છે માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
ત્યાં સુધી ઉમેદવારો એ વેબસાઈટ જોતા રહેવામાં સૂચના છે.
દસ્તાવેજ ચકાસણી અને ફોર્મ જમા કરાવવા અંગે અગત્યની સૂચના
D.El.Ed. (PTC) પ્રવેશ પ્રક્રિયા 2026-27 અંતર્ગત સ્વીકાર કેન્દ્ર ખાતે દસ્તાવેજ ચકાસણી (Document Verification) કરી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 06/07/2026 છે. સ્વીકાર કેન્દ્ર તરફથી મળેલ રજૂઆત ધ્યાને લઈ માત્ર તા.05/06/2026 રાત્રીના 23.59 સુધી online ભરાયેલા ફોર્મ ચકાસણી કરી જમા કરાવવા બે દિવસનો સમય વધારો કરવામાં આવે છે. તેથી હવે ઉમેદવારો online ભરાયેલા ફોર્મ સ્વીકાર કેન્દ્ર ખાતે તા. 08/07/2026 સુધી જમા કરાવી શકશે.
GSHEB પૂરક પરીક્ષા પરિણામ અંગે નોંધ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની તા. ૦૨/૦૭/૨૦૨૬ની અખબારી યાદી અનુસાર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ તા. ૦૩/૦૭/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલ છે.
આથી જે ઉમેદવારો ઉક્ત પરિણામને ધ્યાને રાખી પોતાની ફોર્મમાં સુધારા-વધારા કરવા ઇચ્છતા હોય અથવા નવું ફોર્મ ભરવા ઇચ્છતા હોય, તેઓ D.El.Ed. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત તા. ૦૫/૦૭/૨૦૨૬ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી જરૂરી સુધારા કરી શકશે.
જે ઉમેદવારોના ફોર્મ વેરીફીકેશન સેન્ટર જમા થઇ ગયા હોય અને GSHEB ની પૂરક પરીક્ષા અન્વયે સુધારા કરવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો જોગ:-
જે ઉમેદવારોના ફોર્મ વેરીફીકેશન સેન્ટર ખાતે વેરીફાઈ થયા છે, તે ઉમેદવારોએ આ અંગે એક લેખિત અરજી જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફ્રોમ સબમિટ કર્યું છે, ત્યાં આપવાની રહેશે. આથી સંબંધિત નોડલ અધિકારી દ્વારા આવા ઉમેદવારનું ફોર્મ Send Back કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારે પોતાના ગુણ (Marks) તથા ટ્રાયલ (Trial) માં સુધારો કરી ફોર્મ ફરીથી સબમિટ કરવાની રહેશે. તેમજ તે જ વેરિફિકેશન સેન્ટર ખાતે પુનઃ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે.
માન્ય કોલેજની યાદી અંગે નોંધ
D.El.Ed પ્રથમ વર્ષ પ્રવેશ પ્રક્રિયા વર્ષ: 2026-27 માટેની માન્ય કોલેજની યાદી હજુ પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી. સંભવિત તારીખ:08/07/2026 સુધીમાં અત્રેની વેબસાઈટ પર આવી કોલેજોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેની સંબંધિત તમામે નોંધ લેવી.
વિદ્યાર્થીઓની માટે ખાસ સુચના:- કોલેજ પસંદગી માટે સમય પત્રકમાં જણાવેલ તારીખે કોલેજ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવશે,અત્યારે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી અને સંબંધી સ્વીકાર કેન્દ્ર પર સમય પત્રકમાં જણાવેલ તારીખે document verification કરાવવાનો રહેશે.
સ્વીકાર કેન્દ્રો અંગે નોંધ
ઉમેદવારોને નમ્ર વિનંતી છે કે, સ્વીકાર કેન્દ્રો તા. ૨૫/૦૬/૨૦૨૬ થી તા. ૦૬/૦૭/૨૦૨૬ સુધી (જાહેર રજાના દિવસો સહિત) સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૦૦ કલાક દરમિયાન કાર્યરત હોવાથી, કેન્દ્રો પર એકસાથે બિનજરૂરી ઘસારો ન કરતાં નિયત સમયગાળા દરમિયાન કેન્દ્રની મુલાકાત લઈ પોતાની વેરિફિકેશન પ્રક્રિયા ધૈર્યપૂર્વક પૂર્ણ કરવી.
ઉમેદવાર માટે અગત્યની સૂચના
D.El.Ed પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ આ અંગેના સરકારશ્રીના તમામ ઠરાવો, પરિપત્રો અને માર્ગદર્શિક સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ જ online અરજીપત્રક ભરવું. જો કોઈપણ પ્રકારની ભૂલ કરશે તો તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.